આંખના નંબર વગર ઓપરેશન ઉતારવાનો ઉપાય

આંખના નંબર : અમે આ લેખમાં આંખોનાના એક ખુબ જ ઉપયોગી ઉપચાર વિશે જણાવી રહ્યા છીએ. જે ઉપાય દરરોજ સવારે અને સાંજે કરવાથી આંખોને લગતી કોઈ સમસ્યા ક્યારેય થતી નથી.  હાલમાં જે આંખોમાં નંબર આવી જાય છે તેમાં આ ઉપાય નિયમિત ચાલુ રાખવાથી 100 વર્ષ સુધી આંખોના નંબર આવતા નથી. આંખોને સ્વસ્થ રાખવા માટેનો અને આંખોને તંદુરસ્ત રાખવા માટેનો આ ખુબ જ ઉપયોગી ઉપાય છે.

આ ઉપાય માં આ માટે પહેલા તમારે ચૂર્ણ બનાવવાનું છે. આ ચૂર્ણ બનાવવા માટે તમારે 50 ગ્રામ બદામ લેવી, 50 ગ્રામ વરીયાળી લેવી અને 50 ગ્રામ સાકર લેવી. આ ત્રણેય વસ્તુને અલગ અલગ રાખીને તમારે ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ બની જાય એટલે ત્રણેય ચૂર્ણ ભેગા કરીને હવા પેક જે ડબ્બો હોય તેની અંદર ભરીને રાખવું. આ માટે તમારે તેને હવાચુસ્ત ડબામાં ભરીને રાખવું. સવારે અને સાંજે તમારે આ ઉપાયમાં એક ગ્લાસ ગાયનું દૂધ લેવું. આ ગાયના દુધમાં આ ચૂર્ણમાંથી એક ચમચી જેટલું ચૂર્ણ નાખવું.

આ ચૂર્ણને ગાયના દુધમાં નાખ્યા બાદ બરાબર હલાવી લેવું. બરાબર દુધમાં આ ચૂર્ણ મિક્સ થઈ જાય પછી આ મિશ્રણ પી જવું. આ મિશ્રણને સવારે જાગીને તરત ખાલી પેટે પી જવું અને સાંજે સૂતી વખતે પી જવું. સવારે જો મોઢું ધોયા વગર અનુકુળ ન આવે તો મોઢું સાફ કરીને બ્રશ કર્યા બાદ પણ પી શકાય છે.

સવારે અને સાંજે બે ટાઈમ એક ગ્લાસ દુધમાં આ બદામ, વરીયાળી, સાકરનો મિક્સ પાવડર છે તે નાખીને તમે પીશો તો આંખોને લગતી કોઈપણ સમસ્યા નહિ થાય. આંખો હંમેશા તંદુરસ્ત રહેશે. આંખોના જે નંબર છે, જે લોકોને હાલમાં ચેહ તે ઓછા થશે.

જો તમે આ ઉપાય નિયમિત કરશો એટલે આંખોની અંદર ક્યારેય નંબર નહિ આવે. આ ઉપાયથી દ્રષ્ટિ ક્ષમતા પણ ખુબ જ મજબુત બનશે. આ ઉપાયથી આંખોની દ્રષ્ટિ છે તે ખુબ જ તેજ બનશે. આંખોની અંદર જે ગરમી હોય છે કે જેને લીધે આ સમસ્યા થતી હોય છે તે ગરમી નીકળી જશે.

આ જુઓ :   ગુલકંદ આવી રીતે ખાઓ એસીડીટી કરી દેશે ગાયબ

હાલના સમયે આંખોને સાચવવી ખુબ જ અઘરી છે. કારણ કે મોબાઈલ અને કોમ્પ્યુટરનો આધુનિક સમય છે. આ સમયમાં લોકો મોબાઈલમાં એટલા પડ્યા રહેતા હોય છે કે જેમાં મોબાઈલની જે સ્ક્રીન હોય છે એ આંખોને અતિશય ખુબ જ ગંભીર નુકશાન પહોચાડે છે. મોબાઈલ અને કોમ્પ્યુટરની સ્ક્રીન હોય છે એમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળતા હોય છે કે આંખોની અંદર ખુબ જ અતિશય નુકશાન પહોચાડે છે.

અમે જે અહિયાં ઉપાય બતાવી રહ્યા છીએ જેમાં તમારે દુધની અંદર એક એવી વસ્તુ નાખીને પ્રયોગ કરવાનો છે. આ રીતે સવારે અને સાંજે આ રીતે પ્રયોગમાં તમે પીશો તો તમને કોઈ દિવસ આંખોના નંબર 101 ટકા નહિ આવે અને ચોક્કસ ફાયદો થશે. આંખોને સ્વસ્થ રાખવા માટેનો, આંખોને હંમેશ માટે તંદુરસ્ત રાખવા માટેનો અને આંખોના નંબરથી બચવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપાય છે.

આ ઉપાય કરવાથી આંખોને લગતી બળતરા હોય, આંખોમાં બળતરા થતી હોય, આંખોમાં પાણી આવતું હોય, આંખો વારંવાર લાલ થઇ જતી હોય, આંખોમાં દુખાવો થતો હોય, સવારે ઉઠો ત્યારે આંખોમાં કોઈપણ તકલીફ થતી હોય તો બધી જ તકલીફો આ ઉપાયથી દૂર થઈ જાય છે.

આ એક એવો ઉપાય છે કે આંખોને લગતી તમામ સમસ્યાને દૂર કરી દે છે. આંખોમાં જે ગરમી હોય જ ગરમીને પણ દૂર કરી દે છે.

આંખોના નંબર આવે આવે તો મોટાભાગે માથામાં દુખાવો કાયમ રહે છે. આ ઘણા લોકો આ સમસ્યાને માથાનો દુખાવો સમજી નજરઅંદાજ કરતી દેતા હોય છે. ઘણી વખત આંખોમાં દુખાવો થાય તો આંખોમાં ધૂંધળું દેખાય છે. જયારે આંખોમાં નંબર આવ્યા હોય ત્યારે પુસ્તક હાથમાં લઈને વાંચવામાં આવે ત્યારે તે પુસ્તક ઊંઘ આવવા લાગે છે અને ક્યારેક માથાનો દુખાવો પણ થાય છે.

આ જુઓ :   ઉંમર કરતા 10-15 વર્ષ નાના દેખાવા માંગો છો?

જયારે વ્યક્તિ વાહન લઈને ડ્રાઈવિંગ કરતા હોય છે તો તેનામાં ક્યારેક દ્રષ્ટિભંગ થાય છે. જેના લીધે વ્યક્તિ ક્યારેક કોઈ વખત ભૂલ પણ પડી જાય છે. જેમાં ખાસ કરીને નંબર હોવાને લીધે વ્યક્તિને રાત્રે વધારે તકલીફ પડતી હોય છે.

જયારે ઓછા પ્રકાશમાં પણ કામ કરવામાં તકલીફ પડે છે. રાત્રે ખાસ તકલીફ પડે છે. આ આ બધા જ લક્ષણો જોવા મળે તો તમારે આંખોમાં નંબરની સમસ્યા હોય શકે છે.

ઘણી વખત આંખોની તકલીફ વાળા વ્યક્તિને હવામાં પ્રકાશના ધબ્બા દેખાય છે. હવામાં ઝાંઝવા દેખાય છે. આંખો વારંવાર લાલ દેખાવી, આંખોમાંથી પાણી નીકળતું રહેવું, આંખોમાં બળવા આવવું, પાંપણ સોજી થાય. અભ્યાસ કરતા વ્યક્તિઓને વ્હાઈટ બોર્ડસ બરાબર ન દેખાવું. બ્લેક બોર્ડમાં બરાબર ન દેખાવું, ભણવામાં વાંચવામાં તકલીફ પડવી વગેરે તકલીફો આંખોમાં નંબર આવે તો થાય છે.

આમ, આંખોના નંબર સહીત કોઇપણ સમસ્યા હોય તો તમારે આ ઉપાય ચાલુ કરી દેવો. જેનાથી આંખોને ખુબ જ ફાયદો થશે. આ સિવાય કોઈ સમસ્યા ન હોય તો પણ તમેં આ ઉપાય કરી શકો છો તો જેથી ભવિષ્યમાં પણ આંખોને લગતી કોઇપણ સમસ્યા નહિ થાય. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે આંખોના નંબરની સમસ્યાથી કાયમ બચી શકો. 

Leave a comment