આ નીતિઓને અપનાવી લેશો તો તમારો દુશ્મન તમારા પગમાં પડીને માફી માંગશે

શત્રુઓનું પોતાની બુદ્ધિથી નાશ કરવાવાળા આચાર્ય ચાણક્યની નીતિઓ મનુષ્યના જીવનમાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્ર અને રાજનીતિ વિજ્ઞાનનાં પ્રોફેસર પણ હતા. કૌટિલ્ય અને વિષ્ણુ ગુપ્ત નાં નામથી મશહુર ચાણક્ય એ શત્રુઓને હરાવવાને લઈને ઘણી નીતિઓનું વર્ણન કરેલ છે, જેને અપનાવીને તમે ક્યારેય પણ પરાજીત થશો નહીં. મનુષ્યના જીવનમાં ચાણક્ય નીતિનો ખુબ જ મહત્વ છે. કારણ કે આચાર્ય ચાણક્ય એ જીવનમાં અમુક એવા વિષયો વિશે જણાવેલ છે જેનાથી તમે સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકો છો. રાજનીતિ, કુટનીતિ તથા ધર્મનીતિ દ્વારા ચાણક્ય નીતિમાં પણ સમજાવવામાં આવેલ છે કે જીવનમાં કઈ નીતિને અપનાવીને શત્રુઓ ઉપર જીત મેળવી શકાય છે.

ચાણક્ય નીતિ અનુસાર સફળ વ્યક્તિએ પોતાના શત્રુઓથી હંમેશા સતર્ક રહેવું જોઈએ. વ્યક્તિએ શત્રુને ક્યારેય પણ કમજોર સમજવાની ભુલ કરવી જોઈએ નહીં. શત્રુ હંમેશા તમારી ખામીઓનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે, એટલા માટે તે વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આચાર્ય ચાણક્ય એ નીતિ શાસ્ત્રમાં દુશ્મનોથી બચવા માટેના ઘણા ઉપાય જણાવેલ છે. ચાણક્ય નીતિ કહે છે કે જો વ્યક્તિ આ વાતોને ધ્યાનમાં રાખે તો દુશ્મન પણ તમારા પગમાં આવીને પડી જશે.

શત્રુની વાતોથી ઉશ્કેરાવું નહીં

ચાણક્ય નીતિ અનુસાર ક્યારેય પણ શત્રુઓની વાતોથી ઉશ્કેરાવું જોઈએ નહીં. શત્રુ તમારું મનોબળ તોડવાનો પ્રયાસ જરૂર કરશે, પરંતુ આવી વિપરીત પરિસ્થિતિમાં પણ તમારે શાંત રહેવું જોઈએ અને રણનીતિ અનુસાર કાર્ય કરવું જોઈએ. તેનાથી શત્રુ તમારી કમજોરી પકડી શકશે નહીં અને તમને પરાગીત પણ કરી શકશે નહીં.

ઈર્ષા થી બચીને રહો

ચાણક્ય કહે છે કે વ્યક્તિએ હંમેશા ઈર્ષાથી બચીને રહેવું જોઈએ. જો જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરવી હોય અને દુશ્મનોને હરાવવા હોય તો કોઈની ઈર્ષા કરવી નહીં અને કોઈની ઈર્ષા સાંભળવી નહીં. ઈર્ષા કરવાથી અને સાંભળવાથી પણ નુકસાન થાય છે અને શત્રુને બળ મળે છે, એટલા માટે તમારે પોતાની આ આદતનો ત્યાગ કરી દેવો જોઈએ.

આ જુઓ :   કેમ ફળો પર સ્ટીકર લગાવવામાં આવે છે?

મર્યાદા નું ધ્યાન રાખો

આચાર્ય ચાણક્યની નીતિ કહે છે કે માનવ જીવનમાં દરેક સંબંધોની એક મર્યાદા હોય છે. વ્યક્તિએ ક્યારેય પણ આ મર્યાદા ને ઓળંગવી જોઈએ નહીં. આ આદતનો પણ શત્રુ લાભ ઉઠાવે છે. શત્રુ પોતાની સાથે એવા લોકોને જોડવા માટે તૈયાર રહે છે, જે તમારાથી નારાજ હોય. એટલા માટે સંબંધોમાં હંમેશા અનુશાસન જાળવીને રાખવું જોઈએ.

શત્રુની કમજોરી વિશે જાણો

તમારે પોતાના શત્રુની કમજોરીને સમજવી જોઈએ. તેની પ્રત્યેક ગતિવિધિ ઉપર ધ્યાન રાખો. તેનાથી તમે હુમલા પહેલા જ તેનો જોરદાર જવાબ આપી શકશો. આવું એટલા માટે પણ જરૂરી છે કારણ કે કમજોર શત્રુ ક્યારે બળવાન થઈ જાય તેનો અંદાજો લગાવવો મુશ્કેલ હોય છે.

ચાણક્ય અનુસાર પોતાના શત્રુને ઘાયલ અવસ્થામાં ક્યારે પણ છોડવો જોઈએ નહીં. કારણ કે ઘાયલ શત્રુ વધારે ખતરનાક થઈ જાય છે. સાથોસાથ તે સ્વસ્થ થયા બાદ વધારે આક્રમક રૂપથી હુમલો કરે છે. તેવામાં શત્રુ ને એવી રીતે પરાજિત કરો કે તે ફરીથી તમારી તરફ આગળ વધવાની હિંમત ન કરી શકે. શત્રુ તમને સરળતાથી પ્રાસ્ત કરવા માટે તમારી નજીક આવવાની કોશિશ કરે છે. તેવામાં તેની ઉપર બિલકુલ પણ ભરોસો કરવો જોઈએ નહીં. કારણ કે તે તમારો શત્રુ છે તો કોઈ પણ સમયે પોતાના આચરણમાં બદલાવ કરશે નહીં અને અવસર જોઈને હુમલો જરૂરથી કરશે.

Leave a comment