ફર્નિચર માં થઈ ગઈ હોય ઉધઇ તો કરો આ ઉપાય

દોસ્તો ઘણી વખત ઘરના જૂના ફર્નિચરમાં ઉધઈ થઈ જતી હોય છે. જો ઘરમાં એક વાર આ સમસ્યા આવી ગઈ તો સમજી લેજો કે ઘણું બધું નુકસાન થશે. લાકડામાં થતી ઉધઈ ફર્નિચરને કોતરી ખાય છે.
ફર્નિચર માં થઈ ગઈ હોય ઉધઇ તો કરો આ ઉપાય
એકવાર ઘરમાં ઉધઈ થઈ ગઈ તો પછી તે દરેક વસ્તુમાં નુકસાન કરે છે. ખાસ કરીને લાકડાના ફર્નિચરનો તે નાશ કરી નાખે છે. આ સમસ્યા કોઈપણ ઋતુમાં થઈ શકે છે.
ખાસ કરીને ઘરના દરવાજા અને લાકડાના સામાન ઉપર ઉધઈ જલ્દી થઈ જતી હોય છે. એકવાર કોઈ વસ્તુ પર ઉધઈ લાગી જાય તો તે નો નાશ થઈ જાય છે.
ઉદય ફર્નિચરને અંદરથી ખરાબ કરી નાખે છે તે સફેદ રંગના કિડા જેવી દેખાય છે. ઉધઈ લાકડા સિવાય પુસ્તકોને પણ નુકસાન કરે છે. તે એવી જગ્યાએ વધારે થાય છે જે ભીની અને અંધારામાં રહેતી હોય.
જો ઘરમાં ઉધઈ થઈ હોય તો તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો અને આ સમસ્યાથી કાયમી મુક્તિ મેળવી શકો છો.
ઉધઈ ન થાય તે માટે દિવાલ પર મીઠું છાંટી દેવું જોઈએ. આ સિવાય કોઈ ફર્નિચર પર પણ ઉધઈ લાગી હોય તો તેના પર મીઠું છાંટી દેવું તેનાથી ઉધઇ મરી જાય છે. મીઠા ઉપરાંત કડવી સુગંધથી પણ તે દૂર ભાગે છે.
જ્યાં પણ ઉધઈ થઈ ગઈ હોય ત્યાં કારેલાનો રસ છાંટવો જોઈએ. કારેલાનો રસ નો છંટકાવ કરશો એટલે પાંચ દિવસમાં જ ઉધઇ થી મુક્તિ મળી જશે. નિયમિત રીતે પાંચ દિવસ સુધી આ રસનો છંટકાવ કરતા રહેવું જોઈએ.
આ ઉપરાંત લીમડાના તેલથી પણ લાભ થાય છે. લીમડાનું તેલ લાકડા પર લગાડી દેવાથી ઉધઈ ની સમસ્યા દૂર થાય છે. તેને દૂર કરવા માટે બોરિક એસિડ અથવા બોરેક્સ નો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે વિનેગર પણ ઉપયોગી છે.
ઉધઈ ને મારવા માટે લીંબુના રસમાં વિનેગર ઉમેરીને એવી બધી જ જગ્યાએ છંટકાવ કરી દો જ્યાં તમને ઉધઈ હોવાની શંકા છે. બે દિવસ આ રીતે છંટકાવ કરશો એટલે ઉધઈ નાબૂદ થઈ જશે અને બીજી વખત ઘરમાં નહીં આવે.
આ જુઓ :   આમની સાથે લગ્ન કરો અને મેળવો 1000 કરોડ રૂપિયા ! જાણો શરત

Leave a comment