લોહી બનાવવાના મશીન તરીકે ઓળખાતી આ ખાસ રેસિપીને એક ચમચી ખાશો તો જિંદગીભર નહીં થાય લોહીની કમી

આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે લોહી હોવું ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં લોહીની માત્રામાં સહેજ પણ ઘટાડો થાય છે તો ઘણા રોગો થવાનો ભય રહે છે.
વળી લોહીના અભવાને લીધે એનિમિયા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારા શરીરમાં લોહીની કમી હોય તો તમે પૂરતી ઊંઘ પૂરી કર્યા પછી પણ થાક, અશક્તિ, નબળાઈ જેવી સમસ્યાનો સામનો કરી શકો છો.
સામાન્ય રીતે શરીરમાં લોહીની ઉણપ લાલ રક્તકણો અને આયરનની કમીના લીધે થાય છે. જેને એનિમિયા ની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. જે મહિલાઓમાં સૌથી વધુ દેખાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ સમસ્યાનો શિકાર બને છે ત્યારે તેની ત્વચા પરથી ચમક ઓછી થઈ જાય છે અને ચહેરો એકદમ નિર્જીવ લાગે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને લોહી બનાવવાનું મશીન તરીકે ઓળખવામાં આવે છે.
તેનો ઉપયોગ કરવા માત્રથી લોહી એકદમ સાફ થઈ જશે અને તેની ઉણપ પણ દૂર થશે. આ સાથે લોહી સાફ રહવાને લીધે તમને ચર્મ રોગ થવાનો પણ ભય રહેશે નહી. તો ચાલો આપણે જાણીએ કે આ રેસિપી કઈ છે.
દોસ્તો તમે જાણતા હશો કે જીરૂનો ઉપયોગ મોટેભાગે રસોઈઘરમાં કરવામાં આવે છે. તે ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે. જોકે તમને જણાવી દઈએ કે તમે જીરુંનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યાઓ પણ દૂર કરી શકો છો. તેનાથી લોહીની સમસ્યા પણ દૂર થાય છે. તો ચાલો આપણે તેનો ઉપયોગ કરવા વિશે જાણીએ.
સામગ્રી :- એક ચમચી જીરૂ, સફરજન નો સરકો, એક ચમચી મધ, બે ગ્લાસ પાણી.
રેસિપી બનાવવાની રીત :- આ રેસિપી બનાવવા માટે સૌથી પહેલા રાતે એક તપેલીમાં જીરું પલાળીને રાખો. હવે સવારે ઊઠીને તે પાણીને ગેસ પર ગરમ કરવા માટે મૂકો. હવે જ્યારે તે બરાબર ઉકળી જાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારીને ફિલ્ટર કરી લો. ત્યારબાદ તેના વિનેગર અને મધ મિક્સ કરીને તેનું સેવન કરો.
દોસ્તો જો તમે આ ઉપાય દરરોજ કરો છો તો શરીરમાંથી લોહીની ઊણપ દૂર થઈ જશે અને શરીર એકદમ પ્રફુલ્લિત રહેશે. આ સાથે તેનાથી લોહી પણ શુદ્ધ રહેશે.
આ જુઓ :   તુકમરિયા પૃથ્વી પરની છે સંજીવની

Leave a comment