પોતાના નામનો અંક કાઢો અને જાણો તમે કેવું જીવન જીવશો

અંકશાસ્ત્ર પણ જ્યોતિષ વિજ્ઞાનની એક શાખા છે. જે જાતકોને પોતાના જન્મ સમય સાથે જોડાયેલી જાણકારી નથી હોતી, તેમના માટે પોતાનું ભવિષ્ય જાણવા માટે તે કોઈ વરદાનથી ઓછું નથી. તેમાં અંકોના આધાર પર વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યનું આંકલન કરવામાં આવે છે. તેના અનુસાર તમારું નામ પણ તમારા જીવન અને સ્વભાવ વિશે ઘણી બધી જાણકારી આપે છે. પરંતુ તેના અમુક ખાસ નિયમ છે, જેની જાણકારી અમે અહીંયા તમને આગળ જણાવીશું.
પોતાના નામનો અંક કાઢો અને જાણો તમે કેવું જીવન જીવશો
અંક જ્યોતિષ ની જેને થોડી પણ જાણકારી હશે તેમને જાણ હશે કે તેમના દરેક અક્ષરને એક અંક સાથે જોડવામાં આવે છે અને દરેક અંકની એક વિશેષતા હોય છે. એટલા માટે તમારે પોતાના નામથી પોતાના વિશે જાણકારી મેળવવા માટે પહેલા પોતાના નામના કુલ અંક કાઢવાના રહેશે, જે તમે અક્ષરોની અંક સારીણીને જોઈને કાઢી શકો છો.
A=1, B=2, C=3, D=4, E=5, F=8, G=3, H=5, I=1, J=1, K=2, L=3, M= 4, N=5, O=7, P=8, Q=1, R=2, S=3, T=4, U=6, V=6, X=5, Y=1, Z=7. અક્ષરોના આ આંકીક સંપ્રેષણનાં આધાર પર પોતાના નામમાં આવનાર અક્ષરોનો કુલ આંકિક યોગ કાઢી શકો છો. જે તમને પોતાના આગળના જીવનની જાણકારી આપે છે. તમારી સુવિધા માટે આગળ અમે તમને આ વિધિ પણ જણાવીશું. પોતાનું નામમાં આવનાર બધા અંગ્રેજી અક્ષરોના આંકિક સંપ્રેષણ કરી તેને જોડો. ઉદાહરણ માટે જો કોઈનું નામ “સોમા” (SOMA) છે, તો તેને આ રીતે કાઢી શકાય છે.
SOMA = S નું આંતરિક સંપ્રેષણ, O નું આંતરિક સંપ્રેષણ, M નું આંતરિક સંપ્રેષણ, A નું આંતરિક સંપ્રેષણ = 3741 = 15 = 6. આ પ્રકારે પોતાના નામના અંક જાણી લીધા બાદ તે અંક સાથે જોડાયેલી ખુબીઓ જાણો તે તમારી ખુબીઓ અને ખામીઓ બંને જણાવે છે જેની ઉપર તમારું ભવિષ્ય નિર્ધારિત થાય છે.

નંબર-1

તેઓ જન્મજાત લીડર હોય છે. પોતાની જવાબદારીઓને ખુબ જ સારી રીતે અને પરફેક્શનની સાથે નિભાવે છે. પરંતુ તેમની એક ખામી હોય છે કે તેઓ ચીજો પ્રત્યેક ખુબ જ જલ્દી અધીરા બની જાય છે. મતલબ કે તેમના ધીરજની કમી હોય છે અને તેમને રાહ જોતા આવડતું નથી. ઘણી વખત તેના લીધે તેમના પારિવારિક અને વ્યક્તિગત સંબંધ ખરાબ થઈ જાય છે. તમારે તેમાં સુધારો કરવાની આવશ્યકતા છે.

નંબર-2

તેમનું મન સ્થિર હોતું નથી. એજ કારણ છે કે તેઓ એક વખતમાં કોઈપણ કાર્ય પુર્ણ કરી શકતા નથી. તેઓ કલ્પનાશીલ હોય છે. જે રચનાત્મક કામમાં તેમને શ્રેષ્ઠ બનાવે છે. શારીરિક રોગથી પણ થોડા કમજોર હોય છે અને આત્મવિશ્વાસની કમી હોય છે, પરંતુ તેમની એક સારી વાત એવી હોય છે કે તેમનામાં ઈચ્છા શક્તિ ખુબ જ સારી હોય છે. એક વખત તેઓ જો કોઈ કામ કરવાનું વિચારી લેતા હોય છે તો તેને પુર્ણ કરીને જ શ્વાસ લેતા હોય છે. એટલા માટે જો તેઓ પોતાની ઉપર થોડો વિશ્વાસ વધારે તો સફળતાની નવી કહાનીઓ લખી શકે છે.

નંબર-3

તેઓ દરેક કામને એક નવા અંજના અંદાજથી અથવા તો અલગ રીતે કરવા માંગે છે. તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ હોય છે અને તેઓ ખુબ જ ઉત્સાહી પણ હોય છે. કોઈપણ કામ હોય તેઓ તેમાં ખુબ જ રુચિ લેતા હોય છે. એટલા માટે તેઓ ભીડમાં પણ પોતાની એક અલગ બનાવવાની ક્ષમતા રાખે છે અને કોઈ પણ કાર્યક્ષેત્રમાં સફળતાપુર્વક પોતાની કારકિર્દી બનાવી શકે છે.

નંબર-4

ભાવનાત્મક રૂપથી થોડા કમજોર હોય છે. પરંતુ આર્થિક સમૃદ્ધિ તેમના ભાગ્યમાં હોય છે. તેઓ ભલે પોતે ન કમાય અથવા તો ઉત્તમ કારકિર્દી ન બનાવે, પરંતુ પૈતૃક સંપત્તિ અથવા કોઈને કોઈ રૂપમાં તેમની ધનની કમી પુરી થતી રહે છે અને ધન સંબંધિત કોઈ પણ પરેશાની તેમના જીવનમાં આવતી નથી. તેઓ થોડા ઈન્ટ્રોવર્ડ હોય છે, પરંતુ ખુબ જ વ્યવહારિક પણ હોય છે અને તેના લીધે તેમના સંબંધોમાં ખટાશ પણ આવી શકે છે. જો તેઓ પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખી લે તો સફળતા અને સમૃદ્ધિ બંને મેળવી શકે છે.

નંબર-5

5 અંક બુદ્ધિનું પ્રતીક છે, એટલા માટે જો તમારા નામના કુલ યોગ પાંચ આવી રહ્યા છે તો તમે બુદ્ધિમાની થી પોતાના જીવનના નિર્ણય લો છો. કામને જલ્દી પુર્ણ કરવાની તમારી એક ખાસ ઓળખ હોય છે. હકીકતમાં જે કામમાં વધારે સમય લાગવાની સંભાવના હોય છે તમે તે સમયને બચાવો છો. તમે જીવનમાં જે મેળવવા માંગો છો તેને જરૂરથી પ્રાપ્ત કરો છો.

નંબર-6

તેઓ આધ્યાત્મિક વૃતિનાં લોકો હોય છે. એટલા માટે દરેક પ્રકારની ઈમાનદાર અને લાગણીશીલ હોય છે. તેઓ બીજાને તકલીફમાં જોઈ શકતા નથી, એટલા માટે પરિવાર સાથે પણ ખુબ જ સારી રીતે જોડાયેલા હોય છે. તેઓ વ્યવહારિક અને વ્યવસાયિક જીવનમાં ભલે મોટી સફળતા મેળવી ન શકે, પરંતુ સમાજમાં ખુબ જ માન સન્માન મેળવે છે.

નંબર-7

7 અંક રચનાત્મકતા નું પ્રતીક છે, એટલા માટે તમારા નામના કુલ યોગમાં આ અંક નું આવવું તમારામાં તે ખાસ ખુબી હોવા તરફ ઈશારો કરે છે. પેન્ટિંગ, લેખન, કોમ્યુનિકેશન, એન્જિનિયરિંગ વગેરે ક્ષેત્રમાં તમે પોતાની ખાસ ઓળખ બનાવો છો.

નંબર-8

8 ને શનિ નો અંક માનવામાં આવે છે. જે ન્યાયના દેવતા છે. આ અંક સાથે જોડાયેલા લોકો પણ પોતાના કાર્યમાં ઈમાનદાર ન્યાયપ્રિય અને ધાર્મિક પ્રવૃત્તિ ના હોય છે. તમારા જીવનમાં પડકાર પણ ખુબ જ હોય છે. પરંતુ તમે પોતાના પ્રયાસોમાંથી તેમાંથી નીકળી પણ શકો છો. તમને થોડા સમય બાદ પરંતુ જીવનમાં દરેક ચીજ જરૂરથી મળે છે.

નંબર-9

9 અંકના લોકો સ્વભાવથી ખુબ જ ગુસ્સાવાળા હોય છે. પરંતુ જેટલી જલ્દી તેઓ ગુસ્સો કરતા હોય છે એટલી જ જલ્દી શાંત પણ થઈ જાય છે, જેના લીધે મોટાભાગના લોકો સાથે તેમને તાલમેળ સારો રહેતો નથી. પરંતુ જેની સાથે તેમનો તાલમેલ સારો રહે છે, તેમની સાથે તેઓ જીવનભર સંબંધ નિભાવે છે. કારકિર્દીમાં તેમનું જીવન સામાન્ય હોય છે, પરંતુ તેઓ સંપુર્ણ રીતે તેમના પ્રયાસો ઉપર નિર્ભર રહેતા હોય છે. તેઓ કામને ક્યારેય પણ અધુરું છોડતા નથી, જે તેમની સૌથી મોટી ખુબી હોય છે અને એ જ સફળતાની સીડી પણ બને છે. ઈમાનદારીથી પ્રયાસ કરશો તો મોટી સફળતા મેળવી શકો છો.
આ જુઓ :   તમારા મિત્રની રાશિ પસંદ કરો અને જાણો તેના વિશે ચોંકાવનારા રહસ્યો

Leave a comment