પસંદ કરો તમારી રાશિ અને જાણો તમારું મન ક્યાં કારણથી સૌથી વધારે દુ:ખી છે

દુનિયાના ઘણા લોકો જીવનનો મોટા ભાગનો સમય પોતાની ખુશી શોધવામાં પસાર કરી દેતા હોય છે. ઘણા લોકો આધ્યાત્મિકતાનો રસ્તો અપનાવીને તો ઘણા લોકો બીજાને ખુશ રાખીને તેને પ્રાપ્ત કરે છે. પરંતુ શું હકીકતમાં તમે પોતાની ખુશીને શોધી શકો છો. જીવનમાં આંતરિક ખુશી ફરીથી પ્રાપ્ત કરવાનો મતલબ છે કે તમારે પોતાની પાછલી ભાવનાઓ અને સંબંધોને છોડીને જીવન જીવવાનું શીખવું પડશે.

પસંદ કરો તમારી રાશિ અને જાણો તમારું મન ક્યાં કારણથી સૌથી વધારે દુ:ખી છે

આવું કરવાથી તમે એક મજબુત વ્યક્તિત્વનાં નિર્માણ માટે પોતાનો ખોવાયેલો આત્મવિશ્વાસ પરત મેળવી શકશો અને સૌથી મહત્વપુર્ણ વાત કે હકીકતમાં ખુશ રહેશો. જ્યોતિષશાસ્ત્ર તેમાં તમારી અમુક મદદ કરી શકે છે. તમે પોતાની રાશિ અનુસાર જાણી શકો છો કે કેવી રીતે તમે પોતાની ખોવાયેલી આંતરિક ખુશીને પરત મેળવી શકો છો. તો ચાલો તેના વિશે તમને જણાવીએ.

મેષ રાશિ

મેષ રાશિ વાળા લોકોનું વ્યક્તિત્વ ખુબ જ મજબુત માનવામાં આવે છે. જીવનમાં એક મજબુત ઉદ્દેશ્ય અથવા ઓળખ વગર મેષ રાશિના લોકો ખુશ રહી શકતા નથી. મંગળ ગ્રહ દ્વારા શાસિત મેષ એક પ્રાકૃતિક નેતા છે અને તેઓ નિયમો બદલવા વાળા વિદ્રોહી પણ છે. આ રાશિના લોકો ને એક કારણ અને એક ઉદ્દેશ્યની આવશ્યકતા હોય છે અને તમારે તે સમજવાની પણ જરૂરિયાત છે કે તમે હકીકતમાં કોણ છો? ઘણા બધા જાતકો પોતાના સંપુર્ણ જીવનમાં આ વાત જાણી શકતા નથી કે તેઓ આખરે કોણ છે. પોતાના મનને જાણવાની કોશિશ કરો અને પોતાની અંદર રહેલી ઊંડાઈ સુધી પહોંચો. એક વખત જો તમે પોતાની અંદર રહેલી આગને પ્રજ્વલિત કરી લેશો તો તમે જાણી લેશો કે તમે કોણ છો? આવી રીતે તમે પોતાની આંતરિક ખુશીને પ્રાપ્ત કરી શકશો.

વૃષભ રાશિ

વૃષભ એક એવી રાશિ છે જેના માધ્યમથી આપણે સમજીએ છીએ કે આપણે સૌથી વધારે કોઈ ચીજને મહત્વ આપીએ છીએ. મજબુત આત્મા મુલ્ય વગર વૃષભ રાશિના જાતકો ખુશ રહી શકતા નથી. વૃષભ રાશિ ગળાનું પ્રતિનિધિત્વ કરે છે અને આ એજ જગ્યા છે જ્યાં ધ્યાન લગાવ્યા બાદ જાણી શકાય છે કે જીવન પાસેથી આપણે શું ઇચ્છીએ છીએ. આવું કરવાથી તેઓ મજબુત થઈ જાય છે અને તુરંત તે વસ્તુ પ્રાપ્ત કરી લેતા હોય છે જેના તેઓ હકદાર હોય છે. જે દિવસે તમે પોતાના લક્ષને શોધી લેશો તમારી વાસ્તવિક ખુશી પણ તમને મળી જશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો કે જેઓ મૌન છે અથવા તો પોતાને વ્યક્ત કરવામાં અચકાય છે તેઓ ત્યાં સુધી ખુશ રહી શકતા નથી જ્યાં સુધી તેઓ પોતાની ભાવનાઓને વ્યક્ત ના કરે. તમને આંતરિક ખુશી ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તમે પોતાની ભાવનાઓને વ્યક્ત કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત કરી લેશો. તમારે શબ્દની આવશ્યકતા છે. શબ્દ મિથુન રાશિના સૌથી સારા મિત્ર હોય છે. બુદ્ધિના દેવતા બુધ દ્વારા સંચાલિત આ રાશિ પોતાના શબ્દોના માધ્યમથી મોટા મોટા લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તેમણે જરૂર હોય છે પોતાની અંદર છુપાયેલી ક્ષમતાને ઓળખવાની અને નિખારવાની. મિથુન રાશિના જાતકોની ખાસિયત હોય છે તેમની અંદર લખવાની કળા છુપાયેલી હોય છે. તેઓ એક વખત સાહસ કરીને ઘણા લોકો માટે પ્રેરણા બની શકે છે.

કર્ક રાશિ

એક કરચલો પોતાના સુરક્ષિત અને આરામદાયક કવર વગર ખુશ રહી શકતો નથી, પરંતુ ત્યારે જ તે પોતાના આ રૂપમાં પોતાને ઓળખી શકે છે. તે કવર એવા પ્રકારનું છે જાણે તમને કોઈ ઘર મળી ગયું હોય અને જ્યાં તમે પોતાની ભાવનાઓ અને પ્રિયજનોની સાથે કોઈપણ પ્રકારના ખચકાટ વગર વ્યક્ત કરી શકો છો, જ્યાં લોકો તમને સમજે છે અને જ્યાં તમે પોતાની વાસ્તવિકતા પ્રકટ કરી શકો. કર્ક રાશિના જાતકો નો પાયો ‘હેપ્પી હોમ’ છે. પોતાનું વાતાવરણ સુખદ બનાવો. ચંદ્ર તમારી રાશિનો ગ્રહ સ્વામી હોવાને લીધે તમે બધી જ બાદ રાશિઓમાં સૌથી વધારે ભાવુક છો. જો તમે પોતાની અંદર છુપાયેલી વાસ્તવિક ખુશીને પ્રાપ્ત કરવા માંગો છો તો જીવનમાં શાંતિ રાખવાની જરૂરિયાત છે. જો તમે કર્મ સંબંધી કોઈ વાતથી પરેશાન છો તો તેને ઉકેલવાની જરૂરિયાત છે. આ આદત તમારી આંતરિક ખુશીને બ્લોક કરી શકે છે.

આ જુઓ :   ખૂબ વફાદાર હોય છે આવી આંગળીઓ વાળી છોકરી

સિંહ રાશિ

ગર્વ વગર એક સિંહ ખુશ રહી શકતો નથી. એવી જ રીતે સિંહ રાશિ ના જાતકો પણ ગૌરવ વગર ખુશ રહી શકતા નથી. સિંહ રાશિના લોકો લીડર હોય છે અને આદેશ આપવા માટે બનેલા હોય છે. તેઓ સુર્ય દ્વારા શાસિત ધ્યાન નું કેન્દ્ર છે. સુર્ય આપણા દિલના માધ્યમથી ચમકતો પ્રકાશ છે. પરંતુ વિશેષ રૂપથી સિંહ રાશિના જાતકો માટે તેમને જાણ હોવી જોઈએ કે તેઓ રચનાત્મક આત્મ અભિવ્યક્તિના માધ્યમથી પ્રેમ કરે છે. સામાન્ય રીતે સિંહ રાશિ વાળા લોકો ડર ઉપર કાબુ મેળવવાની કોશિશ કરે છે. જો તમે પોતાની અંદર છુપાયેલી ખુશી શોધવા માંગો છો તો ડર ઉપર કાબુ મેળવવાને બદલે તેનો સામનો કરવાનો શીખો. જંગલનો રાજા સિંહ પણ એવું જ કરે છે તે ભાગતો નથી, પરંતુ પોતાના ડરની રાહ જોવે છે અને એક દિવસ તેનો સામનો કરે છે અને અંતમાં તે જંગલનો રાજા બને છે.

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા લોકો શારીરિક અને ભાવનાત્મક રૂપથી સારી દિનચર્યા વગર ખુશ રહી શકતા નથી. આવું કહેવું યોગ્ય નથી, કારણ કે તેમનામાં અનુશાસનની કમી હોય છે અથવા તો તેમને આળસુના રૂપમાં જોવામાં આવે છે. આ બંને વાત પરસ્પર અલગ છે. આવું એટલા માટે કારણ કે તેઓ હંમેશા પહેલા બીજા લોકો વિશે વિચારે છે. કન્યા રાશિ વાળા લોકો સારા શિક્ષક અને સમાજસેવી હોય છે. બીજા માટે પોતાનો જીવ આપીને તેઓ તે વાતને બિલકુલ નજરઅંદાજ કરી દેતા હોય છે કે તેમણે પોતાના માટે શું કરવું જોઈએ. જો તમે પોતાની આંતરિક ખુશીની તલાશ કરો છો તો સૌથી પહેલા પોતાને પ્રેમ કરવાનું શીખો. પોતાની ઉપર બધું ધ્યાન કેન્દ્રિત કરો.

તુલા રાશિ
તુલા રાશિની ખાસિયત છે કે તેમને જીવનમાં હંમેશા પ્રેમ અને એક સાચા સાથી ની જરૂરિયાત હોય છે. તેઓ મજબુત તો હોય છે પરંતુ પોતાના સાથી વગર દુઃખી થઈ જાય છે. શુક્ર દ્વારા સંચાલિત આ રાશિ તેના જાતકોમાં પ્રેમભાવના અને સારું જીવન જીવવાની કળાનો વિકાસ કરે છે. જો તમે તુલા રાશિ સાથે સંબંધ ધરાવો છો અને પોતાની આંતરિક તથા વાસ્તવિક કૃષિ શોધી રહ્યા છો તો જીવનમાં પોતાના સાથી પાસેથી વધારે અપેક્ષા ન રાખો. પોતાની ઉર્જા ને સંતુલિત કરો. કારણકે તમારામાં ગજબનું આકર્ષણ છે અને યોગ્ય સમય પર તમારી ઉર્જા એક શ્રેષ્ઠ સાથીને તમારી સુધી પહોંચાડી દેશે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ વાળા લોકો રહસ્યમય કહેવામાં આવે છે. જો તેમના જીવનમાંથી જુનુન દુર કરી દેવામાં આવે તો તેઓ ખુશ રહી શકતા નથી. રહસ્યમય લોકોની સાથે તેમનું જોડાણ અને ઊંડી વિચારસરણી તેમના મુખ્ય ગુણ છે. તે મંગળ ગ્રહ દ્વારા સંચાલિત રાશિ છે. તેઓ અત્યંત શક્તિશાળી હોય છે. તેઓ ઊંડાણપુર્વક વિચારે છે. આ રાશિના લોકો મોટા વ્યવસાયો અને મોટા સોદા માટે પ્રયાસ કરે છે. તેમને મહાસાગર ની ઊંડાઈ જાણવાથી ડર લાગતો નથી. જેનાથી ઘણા લોકો ભયભીત રહેશે. વૃશ્ચિક રાશિના લોકો પોતાની ખુશી પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે તેમણે જતું કરવાનો ગુણ શીખેલો હોય છે.

આ જુઓ :   રાશિ પરથી જાણો અપમાન થવા પર ચુપ રહો છો કે બદલો લો છો?

ધન રાશિ

એક સાધુ જે કંઈક નવું શીખી રહ્યો છે અથવા નવી જમીનની શોધ કરી રહ્યો છે તે ખુશ રહી શકતો નથી. તમે દુનિયા માટે દાર્શનિક અને આવિષ્કારક છો. તમે કંઈ પણ કરી શકો છો, જેમાં તમે પોતાનો દિમાગ લગાવો છો. તમારે મોટું વિચારવા માટે પોતાની ઉપર ભરોસો કરવાની જરૂરિયાત છે. બૃહસ્પતિ ગ્રહ તમને તે બધું જ આપે છે જેની તમે ઈચ્છા રાખો છો. પરંતુ કમી છે તો ફક્ત તમારી અંદર છુપાયેલી ખુશી મેળવવાની. જો તમે પોતાની ઉપર વિશ્વાસ ધરાવો છો તો તમે જીવનમાં કંઈક મોટું જરૂરથી કરી શકો છો.

મકર રાશિ

મકર રાશિની ખાસિયત છે કે તેઓ લક્ષ્યની સાથે જીવે છે. જો તેમના જીવનમાં કોઈ મોટું લક્ષ્ય ન હોય તો તેઓ ખુશ રહી શકતા નથી. મકર રાશિના લોકોનું માનવું છે કે જો તેઓ દિમાગની સાથે ધ્યાન કેન્દ્રિત કરશે તો એક દિવસ તેઓ પોતાના મોટા લક્ષ્ય સુધી પણ પહોંચી શકે છે, જેની લોકો ફક્ત કલ્પના કરતા હોય છે. આ લોકો તેના માટે પોતાની ઉપર ખુબ જ દબાણ પણ કરી શકે છે. કારણ કે તેમના અનુસાર મહેનત અને ધગશ ક્યારેય પણ અસફળ થતી નથી. જો તમે આ રાશિના જાતક છો અને પોતાની અંદર છુપાયેલી આંતરિક ખુશી શોધી રહ્યા છો તો તમારે સમજવાનું રહેશે કે મોટું લક્ષ્ય અને મહેનત જીવનમાં મહત્વ ધરાવતું નથી. પરંતુ તેને મેળવવા માટે ધ્યાન લગાવવું સૌથી જરૂરી હોય છે. મહેનત યોગ્ય દિશામાં હોવા પર ફળ મળે છે.

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા લોકોને એકલતાની સ્થિતિ ખુબ જ વધારે દુઃખમાં મુકી શકે છે. તમે વર્ચ્યુઅલ લાઇફમાં તો ઘણા બધા લોકો સાથે જોડાયેલા રહો છો, પરંતુ અસલ જીવનમાં એક મિત્રની જરૂરિયાત છે, જે ઇન્ટરનેટની દુનિયાથી બહાર હોય. કુંભ રાશિના લોકો ખુબ જ જલ્દી લોકો સાથે જોડાઈ જાય છે અને એટલા જલદી તેમનાથી અલગ થઈ જાય છે. આ તેમનું જીવન જીવવાની એક રીત હોય છે. તેઓ અસભ્ય અથવા તો મુડી હોતા નથી. આવા લોકો બસ જીવન જીવવાની રીત શીખી રહ્યા હોય છે. જો તમે પોતાની આંતરિક ખુશી શોધી રહ્યા છો તો સૌથી પહેલા પરિવર્તનને સ્વીકાર કરો. એક એવો મિત્ર શોધો, જે હકીકતમાં ઊંડાણપુર્વક તમારી સાથે જોડાયેલ હોય.

મીન રાશિ

મીન રાશિ વાળા લોકોનું ઇન્ટ્યુશન પાવર ખુબ જ તેજ હોય છે. તેઓને જાણ થઈ જતી હોય છે કે શું થઈ રહ્યું છે અથવા તો શું થવાનું છે. સામેવાળા શું કહેવાના છે અથવા તો શું કરવાના છે. તેમને પહેલાથી જ દરેક મુવમેન્ટની જાણ થઈ જાય છે, એટલા માટે લોકો તેમને ચાલાક પણ કહે છે, પરંતુ તે તમારી બુદ્ધિની કમાલ હોય છે. જો તમે ખુશી શોધી રહ્યા છો તો સૌથી પહેલા પોતાના મનને સમજાવો કે તમારા મનને હકીકતમાં શું જોઈએ છે. તમારે પોતાની ઉપર કંટ્રોલ કરવાનું બંધ કરવું જોઈએ અને હકીકતથી દુર ભાગવાનું પણ બંધ કરવું જોઈએ.

Leave a comment