દાદાના માથા પર અચાનક જ શીંગડા ઉગવા લાગ્યા

આજકાલના સમયમાં માણસોની અંદર એવી અજીબ અને વિચિત્ર બીમારીઓ પણ સામે આવવા લાગી છે, જે જોતા ની સાથે ડોક્ટરના પણ પરસેવા છૂટી જતા હોય, અત્યારે ભલભલ્લા લોકોના હોશ છુંટી જાય તેમજ નાના બાળકો તો જોઈને જ ડરવા લાગે તે પ્રકારની એક ગંભીર બીમારીનો કિસ્સો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે.

દાદાના માથા પર અચાનક જ શીંગડા ઉગવા લાગ્યા

અહીં સાગર જિલ્લામાં રહેતા 74 વર્ષના શ્યામલાલ યાદવ સાથે ખૂબ જ વિચિત્ર બનાવો બની ગયો છે. તેઓના માથા ઉપર અચાનક જ ગાય, ભેંસ અને બળદની જેમ શિંગડું ઉગવા લાગ્યું હતું. આ શિંગડું જોઈને તેની સાથે રહેતા લોકો પણ ડરવા લાગ્યા હતા અને કોઈ વ્યક્તિ તેની નજીક આવવા માટે રાજી હતો નહીં.

શ્યામલાલના માથા ઉપર અંદાજે ચાર ઇંચ થી પાંચ ઇંચ સુધીની લંબાઈનો શિંગડું ઉગી ગયો હતો. ત્યારે તેને પરિવારજનોએ સારવાર માટે ડોક્ટર પાસે જવા કહ્યું ત્યારે તે ડોક્ટરની સારવારથી ખૂબ જ ડરવા લાગ્યા હતા. એટલા માટે તેઓ દવાખાને ગયા નહીં. પરંતુ પરિવારજનો તાબડતો તેમને ઉપાડીને દવાખાને લઈ ગયા હતા.

જ્યારે ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે ડોક્ટરના પણ પરસેવા છૂટી ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે, આ એક ખૂબ જ ભયાનક મામલો છે. આ પ્રકારનો કિસ્સો આજ દિન સુધી ક્યારેય પણ જોવા મળ્યો નથી કે, કોઈ વ્યક્તિના માથા ઉપરથી શિંગડું ઉગવા લાગે પરંતુ તેઓએ જણાવ્યું કે આ બાબતને લઈને તમારે ગભરાવવાની કોઈ પણ જરૂર નથી.

ટૂંક સમયની અંદર જ ઓપરેશનની કામગીરી શરૂ કરવામાં આવી અને તેમના માતા માંથી ચારથી પાંચ ઇંચની લંબાઈવાળું આ શિંગડું કાપીને દૂર કરી દેવામાં આવ્યું હતું. શ્મયાલાલનું કેવું છે કે, આ સીગડું જેમ-જેમ મોટું થતું હતું. તેમ-તેમ તેમને દિન પ્રતિદિન વધારે માત્રામાં દુખાવો થઈ રહ્યો હતો.

ડોક્ટર માટે તો આ ખૂબ જ ચોકાવનારી બાબતો મેડિકલ સાયન્સમાં આ પ્રકારની બીમારીના કહેશો ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે. તેમના માથા ઉપર કયા કારણોસર શિંગડું નીકળી આવ્યું છે, તેની જાણકારી તો આગળના તપાસ બાદ જ જાણી શકે છે. પરંતુ જ્યારે શ્યામલાલને દૂરથી લોકો જોતા હતા.

ત્યારે તેમના પણ હોશ છૂટી જતા હતા. શ્યામલાલ યાદવ જે વિસ્તારમાં રહેતો હતો. તે વિસ્તારના લોકોને જ્યારે ખબર પડી કે શ્યામલાલના માથા ઉપર સિંગડુ નીકળી આવ્યો છે. ત્યારે તેને જોવા માટે નાના-નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વડીલો પણ જ્યાં આવી પહોંચ્યા હતા. કેટલાક લોકો તેની મજાક મશ્કરી કરતા હતા. તો કેટલાક લોકો તેને દુઃખમાં સહભાગી થવા માટે પણ જણાવતા હતા.

NOTE : અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

Post a Comment