ઘણીવાર આપણે બજારથી લીલા પત્તાં 10-20 કે 40 રૂપિયાના હિસાબથી લઇને આવીએ છીએ. લોકો તેમની પસંદ અનુસાર તેને ખરીદીને લાવે છે. લીલી શાકભાજીમાં ઘણા પોષક ત્તત્વો હોય છે. આમ તો શાકભાજીઓના ભાવ વધતા ઘટતા હે છે પરંતુ તેની વધતી કિંમતથી તો ઘણા લોકો પરેશાન પણ થઇ જતા હોય છે.
આ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી Hop Shoots (હોપ શુટ્સ), જેને ખરીદવા માટે બેંકથી લેવી પડે શકે છે લોન.
ગંગાજળ ની જેમ પવિત્ર અને ચોખ્ખી હોય છે આ નામવાળી યુવતીઓ
શું તમે જાણો છે કે, દુનિયાની સૌથી મોંઘી શાકભાજીનું નામ શુ છે ? તેમજ એ કયાંથી આવે છે. જોવામાં જંગલી ઘાસ જેવી લાગતી આ શાકભાજી દુનિયાની સૌથી મોંઘી શાકભાજી છે. તેના એક કિલોગ્રામના ભાવમાં તમે દોઢ તોલા એટલે કે 15 ગ્રામ સોનું ખરીદી શકો છો.
ભારતમાં શાકભાજીના ભાવ વધતા સામાન્ય લોકોના બજેટ ખોરવાઈ જતા હોય છે. સામાન્ય માણસ અહીં શાકભાજીના 5-6 રૂપિયા ઓછા કરાવીને પણ આનંદ લેતો હોય છે, ત્યારે યુરોપમાં મળતા સૌથી મોંધા શાકે લોકોનું ધ્યાન પોતાનું તરફ ખેચ્યું છે. અહીં શાક 100, 200 નહીં પરંતુ 85000 રૂપિયે કિલો વેચાય છે.
હોપ શૂટ નામની આ શાકભાજી અનેક ગુણોથી ભરેલી છે. તેમાં અનેક પોષક તત્વ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં હોપ શૂટ એક હજાર યૂરો પ્રતિ કિલોગ્રામે મળે છે. એટલે કે લગભગ તેની કિંમત 80 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ થાય છે. આ સુપર વેજિટેબલની કિંમત સોનાથી પણ વધારે છે. હાલ ભારતમાં ગોલ્ડ પ્રાઇઝ 49 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. એટલે કે આ શાકભાજીના ભાવમાં 15 ગ્રામ સોનું સરળતાથી ખરીદી શકાય છે.
મળતી માહિતી અનુસાર, વિશ્વના સૌથી મોંધા શાકની ખેતી યુરોપમાં મોટાપાયે કરવામાં આવે છે. આ શાકની ખેતી કરવાની શરૂઆત ભારતના હિમાચલ પ્રદેશથી થઈ હતી. તેની અંદર આવેલા ઔષધિ ગુણોને કારણે હોપ શુટ્સ નામના શાક માટે લોકો આટલી મોટી રકમ ખર્ચે છે.જાણકારોના મતે, ઔષધિ ગુણોને કારણે તે અનેક બિમારીઓના ઈલાજમાં પણ વપરાય છે.
એક મેડિકલ સ્ટડી મુજબ, આ શાકનો ઉપયોગ ટીબીની સામે એન્ટિ બોડી બનાવવા માટે થાય છે. આ ઉપરાંત સ્ટ્રેસ, ઊંઘની સમસ્યા, ઘબરાહટ, ચીડીયાપણું, બેચેની અને એડીએચડીના ઈલાજ માટે હોપ શુટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. હોપ શુટ્સનો ઉપયોગ બીયર બનાવવા માટે પણ કરવામાં આવે છે.
હોપ શુટ્સની ખેતી ખૂબ જ જટિલ છે. તેને કાપવા માટે તૈયાર થતાં 3 વર્ષ જેટલો સમય લાગે છે. હોપ શુટ્સને તોડવા માટે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. તેના મુખ્ય વૃક્ષમાંથી નાના-નાના બલ્બના આકારનું શાક તોડવામાં મહેનત લાગે છે. સ્વાદમાં તીખા એવા હોપ શુટ્સનો ઉપયોગ યુરોપમાં ઘણી ડિશ બનાવવા ઉપરાંત અથાણું બનાવવા માટે કરવામાં આવે છે.
ફર્નિચર માં થઈ ગઈ હોય ઉધઇ તો કરો આ ઉપાય
હોપ શૂટનો ઉપયોગ અનેક ઔષધિઓમાં કરવામાં આવે છે. હોપ શૂટનો ઉપયોગ દાંતના દુખાવાની દવાઓથી લઈને ટીબીની સારવારમાં કરવામાં આવે છે. તેને કાચી પણ ખાઈ શકાય છે. જો કે તેનો સ્વાદ ઘણો કડવો લાગશે. અનેક દેશોમાં હોપ શૂટના સ્ટેમનો ઉપયોગ સલાડમાં કરવામાં આવે છે.