શુ તમે પણ ન્હાતા સમયે પેશાબ કરો છો?

આપણામાં ઘણામાં કેટલીક ખરાબ ટેવો હોય છે. કેટલાક આ આદતો માની લે છે અને તેમાં સુધારો કરે છે, તો કેટલાક લોકો એવા હોય છે કે જ્યાં સુધી આ આદતોથી કોઈને નુકસાન થતું નથી ત્યાં સુધી તેને અનુસરે છે. જેમ કે ઘણા લોકોની આદત હોય છે કે નદી કે સ્વિમિંગ પુલમાં જતા જ પેશાબ કરી દે છે. જો કે આ આદત ખૂબ જ ખરાબ અને અસ્વચ્છ છે. પરંતુ છતા પણ ઘણા લોકો આવું કરે છે. જો કે, હવે આ સમસ્યાના ઉકેલ તરીકે ઘણા પૂલમાં આવા રસાયણો પાણીમાં ભેળવવામાં આવે છે, જેના કારણે પેશાબ કરનાર વ્યક્તિ પકડાઈ જાય છે.
શુ તમે પણ ન્હાતા સમયે પેશાબ કરો છો?
રસ્તાના કિનારે પેશાબ કરવાનું ચલણ ભારતમાં ખુબ જ જુનું છે, પરંતુ લોકો સ્વિમિંગ પુલ, નદી અને શાવરની નીચે પણ પેશાબ કરતા હોય છે. જો તમને કોઈ એવું કહે કે તે સ્નાન કરતી વખતે કોઈપણ જગ્યાએ પેશાબ કરે છે, તો તમને કેવું લાગશે? આ વાત તમને ખુબ જ અજીબ લાગશે. પરંતુ હકીકતમાં તમે પણ ઘણી વખત આવું કરતા હશો. તમે માનો કે ન માનો પરંતુ મોટાભાગના લોકો ન્હાતા સમયે બાથરૂમમાં પેશાબ કરવાનું પસંદ કરે છે. બાળપણથી આપણને માતા-પિતા શીખવે છે કે મળમુત્ર હંમેશા ટોયલેટમાં જઈને કરવા જોઈએ. ચોખ્ખી જગ્યા પર પેશાબ બિલકુલ પણ કરવો જોઈએ નહીં.

દાદાના માથા પર અચાનક જ શીંગડા ઉગવા લાગ્યા

જો માતા પિતા ની વાતને સાચી માનીએ તો લોકોના આ બદલતા વ્યવહારને પણ નકારી શકાય નહીં. લોકો દ્વારા સ્નાન કરતા સમયે બાથરૂમ અથવા નદીમાં કરવામાં આવતા પેશાબને તમે સાચો અથવા ખોટો જે પણ માનો તે તમારા દ્રષ્ટિકોણ ઉપર નિર્ભર કરે છે કે તમે તેને ક્યાં દ્રષ્ટિકોણ થી જુઓ છો. લોકો ન્હાતા સમયે પેશાબ કરવાનું શા માટે પસંદ કરે છે, તેની પાછળ ઘણા કારણ રહેલા છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
હકીકતમાં જ્યારે તમારું શરીર ઠંડા પાણીમાં લાંબો સમય સુધી રહે છે તો મુત્રાશય ઉપર દબાણ પડે છે, જેના લીધે મુત્ર તંત્ર સક્રિય બની જાય છે. તેવામાં તમે આળસને લીધે અન્ય કોઈ જગ્યાએ જવાને બદલે સ્નાન કરતાં સમય જ પેશાબ કરવાનું પસંદ કરો છો. સ્વિમિંગ પુલમાં તો પેશાબ કરનારા લોકોની ઓળખ કરવા માટે સંપુર્ણ સગવડતા ગોઠવવામાં આવેલી હોય છે. સ્વિમિંગ પુલના પાણીમાં “યુરિન ઇન્ડિકેટર ડાઇ” નામનું એક એવું કેમિકલ ઉમેરી દેવામાં આવે છે, જેના લીધે પેશાબ પુલના પાણીમાં સંપર્કમાં આવતાની સાથે જ આસપાસનાં પાણીનો રંગ બદલીને વાદળી બની જાય છે.
ત્રીજું અને સૌથી મોટું કોણ અકળામણ હોય છે. તમે પોતે જ વિચારો કે જો તમે નદીમાં સ્નાન કરી રહ્યા છો અને તમારા મુત્રાશય ઉપર દબાણ પડવા લાગે તો શું તમે ભીના શરીરે બાથરૂમ શોધવા જશો? ભારતમાં તો આવું ક્યારેય પણ શક્ય બનતું નથી. વિદેશોમાં જરૂર દરેક સ્વિમિંગ પુલમાં યુટીલીટી ની વ્યવસ્થા હોય છે, પરંતુ ભારતમાં આવું ન હોવાને લીધે જ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ થાય છે.
સ્નાન કરતાં સમયે પેશાબ કરવો તે સાંભળવામાં થોડું અજુગતું લાગે છે, પરંતુ તે શરીર માટે સારું છે. હકીકતમાં જો તમને સ્નાન કરતા સમયે પેશાબ લાગે છે અને તમે એજ જગ્યાએ કરી નાખો છો તો તેનાથી તમારા બ્લેડરને રાહત મળે છે. તે સિવાય એક મજબુત કારણ એવું છે કે પેશાબમાં સંક્રમણ ઉત્પન્ન કરવા માટે ખતરનાક માત્રામાં બેક્ટેરિયા હોતા નથી, જેના લીધે તે તમને નુકસાન પણ પહોંચાડશે નહીં. જો તમને પગમાં કોઈ ઈજા અથવા તો ઘાવ થયેલ હોય તો પણ પેશાબથી તમને કોઈ પણ ઇન્ફેક્શન થશે નહીં. પેશાબમાં યુરિયા હોય છે, જે એક યૌગીક છે અને ઘણી સ્કિન પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક લોકોનું માનવું છે કે પગ ઉપર પેશાબ કરવાથી સંક્રમણને રોકવામાં અથવા તો ઈલાજ કરવામાં મદદ મળે છે.

પૈસાની બચત કરી શકતા નથી તો રાશિ અનુસાર જાણો તેનો ઉપાય

સ્વસ્થ લોકોનાં પેશાબમાં મોટાભાગે પાણી, ઇલેક્ટ્રોલાઇટ અને યુરિયા થી બનેલ હોય છે. જે તમારા શરીર માટે નુકસાનદાયક નથી. સાથોસાથ સ્નાન કરતા સમયે પેશાબ કરવાથી તે પાણીની સાથે વહી જાય છે અને તમને અથવા અન્ય કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડતું નથી.
આ જુઓ :   આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકાર નો અકસીર ઈલાજ

Leave a comment