આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકાર નો અકસીર ઈલાજ

તમે જે કંઈ પણ ખાવ છો પીવો છો, તેને પચાવવા માટે પાચનતંત્રને ઘણી પ્રકારના તરલ પદાર્થની ખુબ જરૂર પડે છે. પાચનક્રિયા દરમિયાન પેટ ગેસ્ટ્રીક એસિડ છોડે છે, જે ભોજનને તોડવામાં મદદગાર છે. પેટના બહેતર સ્વાસ્થ્ય અને મજબુત પાચન માટે પીએચ લેવલનું બેલેન્સ હોવું જોઈએ. ઘણીવાર ખરાબ ખાનપાનના કારણે શરીરમાં અમ્લીય એટલે કે એસિડનું લેવલ બગડી જતું હોય છે, જેનાથી Acidity એસિડીટી, Acid એસિડ રિફલેક્સ અને અન્ય Gastric Disease ગેસ્ટ્રીક ડિસીઝ થઈ શકે છે.

બર્ગર, સમોસા, પિઝ્ઝા, રોલ, પનીર સેન્ડવિચ, સોસ, કબાબ, કોલા, ડોનટ્સ, પેસ્ટ્રી જેવી વસ્તુ પેટમાં એસિડ લેવલને બગાડે છે. પેટના સંતુલનને બનાવી રાખવા અને બહેતર પાચન માટે ડાયટમાં ક્ષારીય ખાદ્ય પદાર્થ શામિલ કરવા ખુબ જરૂરી છે. આ પ્રકારની વસ્તુ પેટમાં બનતા એસિડ જેવી સમસ્યાઓથી બચાવે છે. તમને અમે જણાવશું કે ક્ષારીય પદાર્થ કંઈ વસ્તુમાંથી મળે. ઉપર જણાવેલ ખરાબ ખાનપાનને બેલેન્સ કરવા માટે અને આંતરડા અને પેટને સાફ રાખવા માટે તમારે શું ખાવું જોઈએ આ માટે લેખને અંત સુધી જરૂરથી વાંચો.

ફ્લાવર અને બ્રોકલી

ફ્લાવર અને બ્રોકલીમાં ઘણા પ્રકારના ફાઈટોકેમિકલ્સ હોય છે, જે તમારી સિસ્ટમ માટે જરૂરી હોય છે. તેમાં કેપ્સિકમ મરચા, બીન્સ અને લીલા વટાણા જેવા અન્ય શાકભાજીને સાથે મિક્સ કરીને ખાવાથી તે આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયા અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થશે.

લીલા શાકભાજી

લીલા પાંદડા વાળી શાકભાજીની સિસ્ટમ ક્ષારીય પ્રભાવ વાળી હોય છે. તેમાં જરૂરી મિનરલ્સ હોય છે જે શરીરના બધા જ કામકાજ માટે ખુબ જરૂરી હોય છે. તમારા ભોજનમાં પાલક, સલાડ, કેળા, અજમા, અર્ગુલા અને સરસવની ભાજીને શામિલ કરો. તેનાથી પેટનું એસિડ ઓછું થાય છે અને પાચનશક્તિને સારું પ્રોત્સાહન પણ મળે છે. જેના કારણે આંતરડા અને પેટ સાફ રહે છે.

આ જુઓ :   યાદશક્તિ વધારવી છે? આ ખાવાથી વધે ?

સિઝનેબલ ફ્રુટ્સ

ફળો વિટામીન, ખનીજ અને એન્ટીઓક્સીડેંટથી ખુબ ભરપુર હોય છે, જે આંતરડા અને પેટના કામકાજને સુધારે છે. કિવી, અનાનસ, તરબૂચ, દ્રાક્ષ, ખુબાની અને સફરજન જેવા ફળ એલ્કલાઈનનો સૌથી મોટો અને સારો સ્ત્રોત છે. તેના સિવાય કાજુ અને બદામ જેવા નટ્સ અને લસણ, ડુંગળી તેમજ આદુ જેવા કાચા મસાલા પણ એલ્કલાઈનનો મોટો અને સારો એવો સ્ત્રોત છે.

ખાટા ફળો

ખાટા ફળ એસિડીક નથી હોતા, પરંતુ તે એલ્કલાઈન એટલે કે ક્ષારીય હોય જ છે. લીંબુ અને સંતરામાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. આ બંને ફળને એસિડીટી અને હૃદયની બળતરા દુર કરવા સહિત સિસ્ટમને ડિટોક્સીફાઈ કરવા માટે મદદરૂપ થાય છે. જે આપણા પેટ અને આંતરડાને બરોબર રીતે સાફ રાખે છે.

મૂળ વાળા શાકભાજી

શક્કરીયા, અરવી, કમળનું મૂળ, બીટ અને ગાજર જેવી મૂળ પ્રકૃતિ વાળી શાકભાજીમાં ક્ષારીય ક્ષમતા ખુબ વધુ હોય છે. તેને ઓછા મસાલા સાથે બનાવીને જ ખાવા જોઈએ. વધુ પકાવવાથી તેના ગુણ ખતમ થઇ જાય છે. તે પેટ અને આંતરડાના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારો વિકલ્પ ગણવામાં આવે છે.