ઓછા બજેટમાં વેકેશનમાં ફરવા લાયક છે આ શાનદાર સ્થળો

ઓછા બજેટમાં વેકેશનમાં ફરવા લાયક ભારતમાં ઋતુ પ્રમાણે હરવા-ફરવાના સ્થળોની કમી નથી. શિયાળામાં જેમ દક્ષિણ ભારત આરામદાયર રજાઓ ગાળવાની તક આપે છે તેમ ગરમીમાં ભારતના પહાડી અને દરિયાકિનારાના સ્થળોએ જે રાહત મળે તે બીજે ક્યાંય નથી મળતી. ભારતમાં ગરમીની ઋતુ શરૂ થઇ ગઇ ચે અને તેવામાં લોકોને સમર વેકેશનમાં ક્યાં ફરવા જવુ તે પ્રશ્ન જરૂર થાય છે. અમે તમને એવા સ્થળો વિશે જણાવીશુ જ્યાં તમે પણ ઓછા બજેટમાં સુંદર સ્થળો ફરી શકો છો.

Summer vacation travel best place

સસ્તામાં વેકેશનમાં ફરવા લાયક

અમે તમને દેશના પાંચ એવા પ્રવાસ સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં ઠંડકમાં પહોંચીને તમે આનંદથી તમારા પરિવાર સાથે ફરી શકો છો. આ પ્રવાસ સ્થળોએ તમને ગરમીથી રાહત મળશે તેમજ તમારા રજાના દિવસો પણ આનંદમય થઈ જશે. આ પ્રવાસ સ્થળો ઓછા ખર્ચાળ છે જેની તમારા બજેટ પર કોઇ અસર થશે નહીં.

પંચમઢી, મધ્યપ્રદેશ

Pachmarhi

પંચમઢી ભારતના હ્રદય મધ્યપ્રદેશમાં એકમાત્ર હિલસ્ટેશન છે જે રાજ્યના હૌશંગાબાદ જિલ્લામાં આવેલું છે. સતપુડાની પહાડીઓની વચ્ચે આવેલા આ સ્થળને સતપુડાની રાણી પણ કહેવામાં આવે છે. જંગલો, તળાનો અને ધોધથી ભરપૂર આ સ્થળ કુદરત પ્રેમીઓને ખૂબ પસંદ આવશે. અહીં પહાડોની ખૂબસુરતી સાથે રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લઇ શકો છો. આ ઉપરાંત અહી પ્રાકૃતિક ગુફાઓ છે.

કદમત દ્વીપ, લક્ષદ્વીપ

Best places to visit on a low budget in summer

લક્ષદ્વીપ સ્થિત કદમત દ્વિપ ગરમીઓની રજાઓ ગાળવા માટે એક આદર્શ સ્થળ માનવામાં આવે છે. પ્રાકૃતિક સુંદરતાના કારણે કદમત ટ્રાવેલર્સમાં ઘણું લોકપ્રિય છે. અહીં તમને સમુદ્રી સુંદરતા ઉપરાંત વોટર એડવેન્ચરનો આનંદ પણ મળશે. અહી તમે ડાઇવિંગ, સ્નોર્કલિંગ વગેરે અંડર વોટર એક્ટિવિટી કરી શકો છો. અહી તમે એપ્રિલ મહિનામાં ફરવાનો પ્લાન બનાવી શકો છો.

ઋષિકેશ, ઉત્તરાખંડ

Rishikesh

ઋષિકેશની વાદીઓમાં જ્યાં સુંદર પહાજોમાં રમતી ગંગાની લહેરો મન મોહી લે છે ત્યાં ઠંડો પવન તમારુ મન શાંત કરશે. વાતાવરણની પવિત્રતાની સાથે અહીના મંદિરો પણ ઘણાં સુંદર છે. ઋષિકેશ રાફ્ટિંગના કારણે પણ જાણીતુ છે. અહી તમે તમારા મિત્રો સાથે રાફ્ટિંગની મજા માણી શકો છો.

ભીમેશ્વરી, બેંગ્લોર

Bheemeshwari

ભીમેશ્વરી બેંગલોર પાસે નાનકડુ પરફેક્ટ વીકેન્ડ ગેટવે છે. જે શહેરની ભાગદોડથી વીકેન્ડની કેટલીક આરામ પળો વિતાવવા માટે બેસ્ટ છે. અહી આવતા પર્યટકો વોચિંગ, ફિશિંગ વગેરેનો આનંદ માણી શકે છે.

માઉન્ટ આબુ, રાજસ્થાન

Mount Abu

ઉનાળાની ઋતુમાં ફરવા માટે પ્રખ્યાત રાજસ્થાનનું માઉન્ટ આબુ મુખ્ય હિલ સ્ટેશન માંથી એક છે. અહીંનું શાંત જળ વાયુ અને પર્વતથી નીચેની તરફના મેદાનોનું દ્રશ્ય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. ઉનાળાની ઋતુમાં માઉન્ટ આબુનું તાપમાન ફક્ત 33 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. ઉનાળાની ઋતુમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તેમજ અહીંના પ્રખ્યાત સ્થળો નક્કી ઝીલ, હનીમૂન પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, દેલવાડા મંદિર વગેરે સ્થળોએ પહોંચીને આનંદ માણે છે.

Leave a comment