1 રૂપિયાની પણ ગોળી ગળ્યા વગર દૂર કરો 100 થી વધુ બીમારીઓ

મિત્રો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ફણગાવેલા કઠોળ ના ફાયદા. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરમાં અનેક પ્રકારની તકલીફ માં રાહત મળે છે અને શરીરને લગતી તમામ બિમારી મા રાહત મળે છે.
પેટનું ધ્યાન રાખવા માટે મોટા ભાગના લોકો સલાડનો ઉપયોગ કરે છે જેમ કે કાકડી, ટામેટા, મુળા, બીટ આ સલાડ શરીર માટે ખુબ જ લાભકારી છે અને લીલા શાકભાજી અને સલાડની સાથે સાથે આ અંકુરિત કઠોળ એટલે કે ફણગાવેલા કઠોળ ને ઉપયોગમા લેવામા આવે તો બમણો ફાયદો થાય છે.
ફણગાવેલા કઠોળ માં સ્ટાર્ચ, ગ્લુકોઝનું બંધારણ માં ફરક આવે છે અને પોષક તત્વોમા પણ વધારો થાય છે સાથે જ પાચન પણ મજબુત બનાવે છે.
આપણે જાણીએ છીએ કે ફણગાવેલા કઠોળ ના ફાયદા પરંતુ અમે તમને જણાવીશું તેના વિશેષ ફાયદા. ફણગાવેલા કઠોળ ને અમૃત આહાર કહેવામાં આવે છે શરીરને નિરોગી બનાવે છે અને શરીરને બીમારીઓથી રક્ષણ આપે છે.
ફણગાવેલા કઠોળ ભોજન ને પચવામાં હલકું બનાવે છે, કઠોળ જ્યારે સૂકુ હોય ત્યારે વિટામિન અને મિનરલ્સ નહિવત હોય છે પરંતુ ફણગાવેલા કઠોળ માં પુષ્કળ માત્રામા વિટામિન અને મિનરલ્સ હોય છે જે શરીરમાં થતી ઉણપને દૂર કરે છે.
રક્ત અને લીવર ના સ્વાસ્થ્ય માટે ફણગાવેલા કઠોળ એક રામબાણ ઈલાજ છે, ફણગાવેલા કઠોળ ખાવાથી થાક, શરીરની અંદર નુ પ્રદુષણ અને બહારનું ખાવાને લીધે પેદા થયેલા એસિડને દૂર કરે છે. સાથે જ આપણા શરીરમા એક નવી જ ઉર્જા આપે છે.
ફણગાવેલા કઠોળ મા સેલ્યુલોઝ અને રેસાયુક્ત હોવાના કારણે પચેલો ખોરાક છે તે ઝડપથી આગળ વધીને એક દમ સહેલાઇથી બહાર નિકળી જાય છે માટે જ કબજિયાતની તકલીફ ક્યારેય થતી નથી.
ફણગાવેલા કઠોળ કોલેસ્ટ્રોલ માંથી મુક્તિ આપે છે અને ફણગાવેલા કઠોળનું સેવન એકદમ સસ્તામાં સસ્તું અને રેસાવાળો આહાર છે માટે મિત્રો ફણગાવેલા કઠોળ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને કોલેસ્ટોરલ દૂર કરે છે. અને હિમોગ્લોબિન માં પણ વધારો થાય છે એ ઉપરાંત માંસ પેસિયો મજબૂત બને છે.
આ જુઓ :   મહર્ષિ ચરકે આપ્યા દીર્ધાયુષ્યના 4 રહસ્યો! કોઈ રોગ તેને સ્પર્શી શકશે નહીં

Leave a comment