નસ પર નસ ચડી જતી હોય તાત્કાલિક ઉપાય

મોટાભાગના વ્યક્તિઓ ને રાત્રે સુતા સમયે નસ પર નસ ચડી જવાની સમસ્યા રહેતી હોય છે. જ્યારે રાતના સમયે નસ ઉપર નસ ચડી જતી હોય છે ત્યારે તેનો ભયંકર દુખાવો થતો હોય છે.

નસ પર નસ ચડી

દોસ્તો આજે અમે તમારા માટે આવી જ માહિતી લઇ ને આવ્યા છીએ જે તમને ખુબ ઉપયોગી થશે. આજના આ Artical માં અમે તમને ઘરથ્થુ ઉપાય જણાવી શું જેથી તમને તુરંત રાહત મળે.

નસ ચડવી ખુબ જ સામાન્ય સમસ્યા છે. ઘણા લોકોને બેસેલા હોય ત્યારે, સુતેલા હોય ત્યારે કે પછી ઉભા-ઉભા પણ નસ ચડી જાય છે. મોટાભાગનાં લોકોને હાથ ની કે પગ ની નસ ચડી જતી હોય છે. જ્યારે આ નસ ચડે છે તો ખુબ જ દુખાવો થાય છે. જોકે મોટાભાગે તો આવું થોડા સમય માટે જ થાય છે પરંતુ ઘણીવાર વધારે સમય સુધી પણ રહે છે. તો ચાલો આખરે આ નસ કેમ ચડે છે ? અને તેનો ઉપાય શું છે? તેનાં વિશે જાણી લઈએ.

નસ પર નસ શું કામ ચડી જાય છે ? એના મુખ્ય કારણો

નસ ચડવાનું સૌથી મુખ્ય કારણ શારીરિક કમજોરી હોય છે. જોકે તેના બીજા અન્ય કારણો પણ હોય છે. જેમ કે શરીરમાં પાણીની ઉણપ, લોહીમાં પોટેશિયમ અને કેલ્શિયમની ઉણપ, શરીરમાં મેગ્નેશિયમ અને મિનરલ્સની ઊણપ, વધારે પડતું દારૂ પીવો, કોઈ બિમારીનાં કારણે, શરીરમાં વધારે કમજોરી હોવા પર, વધારે ચિંતા કરવી, ખોટી પોઝિશનમાં બેસવું, ખોટો ખોરાક અને ઊંઘની ઊણપ વગેરે.

નસ પર નસ ચડી જતી હોય તાત્કાલિક ઉપાય શું ?

આયુર્વેદ જણાવ્યા અનુસાર તલના તેલમાં ત્રણથી ચાર લસણની કડીના નાના નાના ટુકડા કરીને તેને ગરમ કરવાનું છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તલનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તલના તેલના અનેક પ્રકારના આયુર્વેદિક ફાયદા બતાવવામાં આવે છે.

આ જુઓ :   દરરોજ કરો આ 2 યોગાસન પેટની ચરબી થશે ગાયબ

લસણની કળી યોગ્ય રીતે પાકી જાય ત્યારે તેને નીચે ઉતારી લેવાનું છે ત્યારબાદ આ તેલ ઠંડુ પડે ત્યારે તેને એક બોટલમાં ભરી દેવાનું છે જ્યારે પણ તમને નસ ઉપર નસ ચડી જાય ત્યારે જે જગ્યા ઉપર નસ ચડી ગઈ હોય તે જગ્યા ઉપર આ તેલની હરવા હાથે માલીશ કરવાની છે.

આયુર્વેદિક અનુસાર જ્યારે નસ ઉપર નસ ચડવાની સમસ્યા થાય ત્યારે આ તેલની માલિશ કરવાથી કોઈપણ જાતની દવા વગર રાહત મળે છે.

નસ ઉપર નસ ચડી જતી હોઈ એના અન્ય ઉપાય

સ્ટ્રેચ

નસ ચડવા પર શરીરનાં ઉપરનાં ભાગમાં સ્ટ્રેચિંગ કરવી, તે સમસ્યામાંથી તરત જ રાહત અપાવી શકે છે. તમારા સ્નાયુઓ જે તરફ ખેંચાય છે, તેનાં ઓપોઝિટ ડાયરેક્શનમાં સ્ટ્રેચિંગ કરવાથી લાભ મળે છે. જોકે એ વાતનું ધ્યાન રાખવું કે તમે વધારે તાકાત લગાવીને પણ સ્ટ્રેચ ના કરો. તેનાથી જો રાહત નથી મળતી તો તેને વધારે પણ ના કરો.

મીઠું

જ્યારે નસ ચડી જાય છે તો મીઠું ચાટવાનું શરૂ કરી દો. મીઠામાં પોટેશિયમ હોય છે. શરીરમાં પોટેશિયમની ઉણપ થવાથી પણ નસ ચડી જાય છે એટલા માટે થોડું મીઠું ચાટવાથી ફાયદો થવા લાગે છે.

કેળા

કેળાનું સેવન પણ નસ ચડવા પર રામબાણ સારવાર સાબિત થાય છે. હકિકતમાં કેળામાં પણ પ્રચુર માત્રામાં પોટેશિયમ હોય છે એટલા માટે જો નસ ચડવાનું કારણ શરીરમાં પોટેશિયમની ઉણપ હોય તો કેળુ ખાઈને નસ ને ઉતારી શકાય છે.

બરફ

નસ ચડવા પર બરફનો શેક પણ કરી શકાય છે. જ્યાં નસ ચડી ગઈ હોય ત્યાં કપડામાં બરફ નાખીને તેનાથી શેક કરો. આવું કરવાથી તરત જ આરામ મળે છે.

મસાજ

ગળું, હાથ અને પગની નસ ચડી જાય છે તો તેને એસેંશિયલ ઓઇલથી મસાજ કરવું લાભકારી હોય છે, તેનાથી લોહીનું ભ્રમણ વધે છે. બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. દર્દીને જલ્દી રાહત મળે છે.

આ જુઓ :   જમવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો? જાણો

પુરતી ઊંઘ

તમને આ ઉપાય જાણીને થોડું આશ્ચર્ય થઇ રહ્યું હશે પરંતુ તમે પર્યાપ્ત ઊંઘ લઈને પણ નસ ચડવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. શરીરમાં જ્યારે પણ કંઈક નુકસાન થાય છે તો તે જાતે તેની સારવાર કરી લે છે. જોકે તેના માટે તમારે સામાન્યથી થોડા કલાક વધારે આરામ કરવો પડશે. વળી હેલ્ધી ભોજન પણ કરતાં રહેવું પડશે.

વારંવાર નસ ચડી જતી એના માટે ઉપાય

જે લોકોને વારંવાર નસ ઉપર નસ ચડી જતી હોય તેવા લોકોએ રાત્રે એક ચમચી મેથી દાણા પલાળીને સવારે તેને નિયમિત રીતે સેવન કરવું જોઈએ આવું કરવાથી આ પ્રકારની સમસ્યા થતી નથી.

Disclaimer : અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

Note : અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

Leave a comment