રાશિ પરથી જાણો અપમાન થવા પર ચુપ રહો છો કે બદલો લો છો?

જો તમને કોઈ ટોણા મારે અથવા તો તમારું અપમાન કરે ત્યારે તમે કેવી પ્રતિક્રિયા આપશો? અથવા તો તમારી પોસ્ટ ઉપર તમારા માટે કોઈ શરમજનક કોમેન્ટ કરેલ છે તો તમે શું કરશો? શું તમે તેનો જવાબ આપશો અથવા તો તેને નજર અંદાજ કરી દેશો અથવા તો તમે તેની સામે બદલો લેવાનો પ્લાન બનાવશો?
રાશિ પરથી જાણો અપમાન થવા પર ચુપ રહો છો કે બદલો લો છો?
આ લેખ દ્વારા જાણીએ કે બધી જ 12 રાશિઓ પોતાના મિત્રો અથવા જાણીતા લોકોથી અપમાનિત થવા પર કેવી પ્રતિક્રિયા આપે છે.

મેષ રાશિ

તારી હિંમત કેવી રીતે થઈ મારું અપમાન કરવાની? મેષ રાશિના જાતકો ક્યારેય પણ આરામથી બેસતા નથી અને તેને હળવાશમાં લેતા નથી. તેઓ પોતાના અપમાનનો જડબાતોડ જવાબ આપે છે, જેના લીધે તમને જ પોતાના દ્વારા કહેવામાં આવેલી વાતોનો પસ્તાવો થશે. આ રાશિના લોકો પ્રહાર કરવા માટે હંમેશા તૈયાર રહે છે.

વૃષભ રાશિ

આ રાશિ નું ચિન્હ બળદ છે. જે સામાન્ય રીતે જલ્દી પ્રતિક્રિયા આપતું નથી. બળદની જેમ આ રાશિના લોકો પણ શાંતિ પસંદ કરે છે, પરંતુ વધારે પરેશાન કરવામાં આવે તો તેઓ તેની જેમ જ જવાબ આપે છે. તેઓ શરૂઆતમાં ત્યાં સુધી ઇગ્નોર કરતા રહે છે જ્યાં સુધી તેમને કોઈ નુકસાન થતું નથી. પરંતુ ત્યારબાદ તમને પણ જાણ થશે નહીં કે તેઓ ક્યારે બદલો લેશે.

મિથુન રાશિ

જ્યારે પણ તેમનું અપમાન થાય છે તો મોટાભાગના અવસર પર તેઓ નજરઅંદાજ કરી દેતા હોય છે. તેઓ એવી વિચારસરણીમાં વિશ્વાસ રાખે છે કે જે વ્યક્તિ એ તેમનું અપમાન કરેલ છે તે પોતે જ પોતાનું અપમાન કરી રહેલ હોય છે. તેમને લાગે છે કે આવા લોકોને નજરઅંદાજ કરી દેવા સૌથી મોટો જવાબ હોય છે. આવા લોકો માટે કંઈ પણ કહેવું તેમના માટે સમય અને ઊર્જાની બરબાદી સમાન હોય છે.

કર્ક રાશિ

જો તમે કર્ક રાશિના જાતકોનું અપમાન કર્યું છે તો મતલબ છે કે તમે તેમને વિચારવા માટે એક ટોપિક આપી દીધો છે. તમારા દ્વારા કહેવામાં આવેલા વાક્યો વિશે તેઓ વિચારતા રહેશે અને એવો વિચાર કરશે કે આખરે તમે તેમને આવું શા માટે કહ્યું? એક ચીજને લઈને તેઓ ખુબ જ વધારે વિચારવા લાગતા હોય છે. ત્યારબાદ તેઓ તમારી સાથે બદલો લેવાનો પ્લાન બનાવશે અને તમે જે જગ્યાએ પણ તેમને દેખાશો ત્યાં તમારું અપમાન કરવાનું શરૂ કરી દેશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો એવી વાતોને હસી મજાકમાં ઉડાવી દેતા હોય છે. તમે જેટલું વધારે તેમનું અપમાન કરશો એટલું જ વધારે તેઓ તેને મજાક બનાવી દેશે અને અંતમાં તમારું પાસું ઊલટું પડી જશે અને તેઓ અહીંયા અટકી જતા નથી. કારણ કે જ્યારે પણ તેમને અવસર મળશે, તેઓ તમારું અપમાન જરૂરથી કરશે. એટલા માટે તેમનાથી દુર રહેવામાં જ તમારી ભલાઈ છે.

કન્યા રાશિ

કર્ક રાશિની જેમ કન્યા રાશિના જાતકો પણ આવી વાતોને પર્સનલી લેતા હોય છે. પરંતુ તેઓ તેની પાછળ વધારે સમય બરબાદ કરતા નથી. તેઓ આવી વાતો અનુસાર જાણવાની કોશિશ કરે છે કે આખરે ભુલ કોની છે. ત્યારબાદ જો કંઈક ખોટું થયું હોય તો તેઓ તમને એવો જવાબ આપશે જે ખુબ જ જોરદાર હશે.

તુલા રાશિ

અપમાન થવા પર તુલા રાશિના લોકો તુરંત જવાબ આપતા નથી. તેઓ વિચારવા લાગે છે કે આખરે તેમની કઈ ભુલને લીધે તેમણે આવા શબ્દો સાંભળવા પડ્યા. જો તેઓ પોતાની ભુલ શોધી શકતા નથી, ત્યારે તેઓ તે સમયે સાચો જવાબ ન આપવાને લીધે પસ્તાવો મહેસુસ કરે છે. તેઓ બદલો લેવા માટે યોગ્ય અવસરની રાહ જુએ છે અને એવો કોઈ અવસર ન મળે તો તેઓ ઘટનાને ભુલી પણ જાય છે.

વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકો સેન્સિટીવ દેખાતા નથી, પરંતુ તેઓ આવી વાતોને લઈને ખુબ જ દુઃખ લગાડે છે. તેઓ પોતાનું અપમાન કરનાર વ્યક્તિને ક્યારેય પણ છોડતા નથી. તેઓ પોતાની સમજદારી અને તેજ દિમાગથી તેમને પાઠ જરૂરથી ભણાવે છે, જેના લીધે તેમનું અપમાન કરવાની ક્યારેય કોઈ ભુલ કરે નહીં.

ધન રાશિ

ધન રાશિના લોકો તકરાર, લડાઈ ઝઘડા, ગેરસમજણ વગેરેથી ડીલ કરવામાં વધારે સક્ષમ હોતા નથી. તેના લીધે તેઓ પોતાનું અપમાન થયું હોવા છતાં પણ અમુક સકારાત્મક ચીજો શોધવાની કોશિશ કરતા હોય છે.

મકર રાશિ

જેનાથી કોઈનો લાભ ન થાય એવી વાતોનો જવાબ આપવાનો સમય કોની પાસે છે? મકર રાશિ વાળા લોકો આ વાત ઉપર વિશ્વાસ રાખે છે. તેઓ આવી વાતો ઉપર વિચાર કરવાથી વધારે કંઈક પ્રોડક્ટિવ કરવું વધારે શ્રેષ્ઠ સમજે છે. તેઓ આ બધી બાબતો વિશે વિચારીને પોતાનો સમય બરબાદ કરતા નથી.

કુંભ રાશિ

આ રાશિવાળા લોકો પોતાના અપમાન અને ઇગ્નોર કરી શકતા નથી. આ રાશિના લોકો પોતાનું અપમાન કરનાર વ્યક્તિને પોતાના લિસ્ટમાંથી બહાર કરી દેતા હોય છે અને તેઓ તેની સાથે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતા નથી.

મીન રાશિ

મીન રાશિવાળા લોકો સામાન્ય રીતે પોતાના અપમાનને વ્યક્તિગત રૂપમાં લેતા હોય છે. તેઓ ઇગ્નોર કરવાની કોશિશ કરે છે, પરંતુ તેઓ સફળ બની શકતા નથી. તેઓ પોતાની ભાવનાઓને છુપાવી લેતા હોય છે, જેનાથી સામેવાળાને જાણ ન થાય કે તેમણે પોતાના અપમાન ઉપર કેવી રીતે રિએક્ટ કર્યું છે.
આ જુઓ :   પોતાના નામનો અંક કાઢો અને જાણો તમે કેવું જીવન જીવશો

Leave a comment