ધાધર નો ઉપાય 100% અસરકારક આયુર્વેદિક ઉપાય

ધાધરની તકલીફ એક ચામડીની તકલીફ છે. જે લોહીના બગાડ અને ચામડી પર આ રોગનું ઇન્ફેકશન લાગવાથી ધાધરની તકલીફ થાય છે. આ તકલીફ આજના સમયે ઘણા બધા લોકોમાં જોવા મળે છે. આ તકલીફ થવા માટે ઘણા બધા કારણો ભાગ ભજવે છે.

ધાધર એટલે શું?

ધાધર ચામડી પર થનારી પીડાદાયક સમસ્યાઓમાંથી એક છે. જેમાં ખંજવાળ આવે છે અને તે ખુબ જ જલ્દી ફેલાય છે.  ધાધર થયા પછી કોઇપણ કામમાં મન લગાવવું મુશ્કિલ થઈ જાય છે અને ધ્યાન હંમેશા ડાઘ વાળી જગ્યા પર જ રહે છે. આયુર્વેદમાં ધાધરના એવા ઉપાયો છે કે જે આ ચામડીના રોગથી રાહત આપવામાં મદદ કરી શકે છે. આ લેખમાં અમે ધાધરના ઘરેલું ઉપચાર કેવી રીતે કરવા એ વિશે વિસ્તારથી જણાવીશું.

ધાધર એક પ્રકારનું ચામડીનું ઈન્ફેકશન છે, જે જે ચામડી પરની ફૂગને કારણે થાય છે. જેને મેડીકલ ભાષામાં ડરમેટોફાઈટોસિસ અને ટીનીયા નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ધાધર ડરમેટોફાઈટસ નામની ફૂગને કારણે થાય છે.

ધાધર ના પ્રકારો:

1). ટીનીયા કુરીસ (Tinea Crurirs):
આ પ્રકાર ની ધાધર શરીર ના આંતરિક ભાગો ની પાસે થાય છે.

2). ટીનીયા કેપિટીસ (Tinea Capitis):
આ પ્રકાર ની ધાધર માથા ના ભાગ માં થાય છે.

3). ટીનીયા પેડિસ (Tinea Paedis):
આ પ્રકાર ની ધાધર પગ ના ભાગ માં જોવા મળે છે.

4). ટીનીયા બરબે (Tinea Barbae):
આ પ્રકાર ની ધાધર દાઢી અને ગળા ના ભાગે થાય છે.

ધાધરના પ્રકારને પ્રભવિત ચામડીના આધાર પર અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. દાઢી પાસે ધાધર થનારી ધાધરને ટીનીયા બારબાઈ કહેવામાં આવે છે. શરીર પર થનારી ધાધરને ટીનીયા કોર્પોરીસ કહેવામાં આવે છે. પગમાં થનારી ધાધરને ટીનીયા પેડીસ કે એથલીટ ફૂટ કહેવામાં આવે છે. માથામાં થનારી ધાધરને ટીનીયા કૈપીટીસ કહેવામાં આવે છે.

પેટ અને કેડના વચ્ચે થનારી ધાધરને ટીનીયા ક્રુરીસ કહેવામાં આવે છે. હાથપગ પર થનારી ધાધરને ટીનીયા મનસ કહેવામાં આવે છે. દાઢી સિવાય ચહેરાના અન્ય હિસ્સામાં થનારી ધાધરને ટીનીયા ફેસીઈ કહેવામાં આવે છે. નખ પર થતી ધાધરને ટીનીયા અંગિયમ કહેવામાં આવે છે.

આ જુઓ :   ઉંમર પ્રમાણે કેટલા કલાક સૂવું હિતાવહ ?

ધાધર ના કારણો:

ધાધર થવાના કારણોમાં કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી, ચામડી કે નખમાં હળવી ઈજા થવાથી, લાંબા સમય સુધી ચામડી ભીની રહેવાથી, પરસેવો રહેવાથી, ધાધરથી સંક્રમિત વસ્તુનો સ્પર્શ કરવાથી, જેવા કે કપડા, દાંતિયો વગેરે. વાળને સમયસર ન ધોવાથી, રોગ પ્રતિકારક શક્તિ કમજોર પડી જવાથી, ટાઈટ બુટ પહેરવાથી, જાનવરોના સંપર્કમાં આવવાથી ધાધર થઈ શકે છે.

આ રોગ એક જગ્યાએ પરસેવો થઈને એકઠો થઈ જાય, જો તમે તેને સાફ કરતા નથી. જેના કારણે પણ ધાધર થાય છે. આ ધાધર શરીરમાં કયારેય પણ અને ગમે તે જગ્યાએ થઈ શકે છે. આ એક એવું ઈન્ફેકશન છે જે સ્પર્શવાથી વધારે વધે છે. જો તમારા સંબંધીમાં કે ઘરમાં જે કોઈને ધાધરની તકલીફ હોય તો તમારે જેનાથી દૂર રહેવું જોઈએ. ધાધર વાળી જગ્યાએ ખુબ જ ખંજવાળ આવે છે જેનાથી લોકો ખુબ જ પરેશાન થાય છે.

ધાધર ના લક્ષણો:

ધાધર થઇ હય તો તેના લક્ષણો પરથી જાની શકાય છે. ચામડી પર પરતદાર અને ઉભરેલો ડાઘ, તે લાલ ચકતા જેવો થઇ શકે છે, ખંજવાળ અને જલન થવી, તે ફેલાઈને ફરફોલા જેવું બનવું, ડાઘનાં બહારના કિનારા પર લાલ થઈ જવું, વાળ ખરી પડવા. આ લક્ષણો ધાધરના રોગમાં જોવા મળે છે.

આ ધાધરના રોગને ઇંગ્લીશમાં રીંગવોર્મ પણ કહેવામાં આવે છે. ઘણા લોકો આ રોગ પાછળ ઘણી બધી દવાઓ કરે છે અને ઘણો ખર્ચો પણ કરે છે, છતાં આ રોગ મટતો નથી અને લોકો આ રોગથી છુટકારો મળેવી શકતા નથી. આ રોગ થવા માટે માનસિક કારણો પણ જવાબદાર હોય છે.

ધાધરના રોગના ઇલાજમાં આ ઉપાય ખુબ જ ઉપયોગી છે. આ ઈલાજ કરવાથી ખુબ જ ટૂંકા સમયમાં માત્ર એક જ દિવસમાં ઘણો બધો ફરક જોવા મળશે. આ આકડો ચામડી પર તીક્ષ્ણ અસર કરે છે અને ધાધરની ફૂગના જીવાણુઓનો નાશ કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા ધાધરના રોગને મટાડવા માટે ખુબ જ ઉપયોગી થાય.

આ જુઓ :   એલર્જીની શરદી, માથાનો દુખાવો-તાવ જીવશો ત્યાં સુધી નહિ થાય

ધાધર નો ઉપાય

આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ છે, જેમાં અમુક એવી ચમત્કારિક ઔષધિઓ પણ છે, જેનાથી ધાધરને ચમત્કારિક રીતે મટાડી શકાય છે. આ માટે આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે આકડાના છોડથી પણ ધાધરને મટાડી શકાય છે.

આ ઈલાજ માટે જ્યાં આકડાનો છોડ ઉભો હોય ત્યાંથી આ છોડને લાવવો. આ છોડના પાંદડાને તોડતા જે દૂધ નીકળે છે, જે એક પ્રકારે કોઈ વાટકીમાં એકઠું કરી લેવું. આકડાની ડાળી તોડતા પણ દૂધ નીકળે છે. આ રીતે આકડાની ડાળીમાંથી નીકળતા દૂધને પણ આ વાટકીમાં એકઠું કરી લેવું. આમ, આ ઈલાજ માટે લગભગ 7 થી 8 ટીપા દૂધ એકઠું કરી લેવું. આ દૂધ એકઠું કરતા સમયે આ દૂધ આંખમાં ન પડે તેની કાળજી લેવી. આ દૂધ આંખોમાં નુકશાન પહોચાડી શકે છે.

આ પછી એક બીજી વાટકીમાં જેમાં એકથી બે ચમચી જેટલું લીમડાનું તેલ નાખવું. આ બે ચમચી લીમડાના તેલમાં લગભગ 6 થી 7 ટીપા જેટલું આંકડાનું આ તેલ ઉમેરી દેવું. આ પછી આ તેલ અને લીમડાનું તેલ સરખી રીતે ભેળવી દેવું. એવી રીતે ભેળવી દેવું કે તે સારી રીતે ભળી જાય અને એકરસ થઈ જાય.

આ બરાબર મિક્સ થઈ જશે ત્યારે દૂધ ફાટી ગયું હશે તેવું લાગશે. આ તેલ વાળા મિશ્ર દ્રાવણને જે ભાગમાં લગાવવાનું છે તે ભાગને સારી રીતે ડેટોલથી ધોઈ નાખવો. આ પછી તે સારી રીતે સુકાઈ જાય પછી આ જે તેલ બનાવ્યું છે તેને આ જગ્યા પર સરખી રીતે લગાવી દેવું.

આ તેલને લગાવવા માટે રૂની મદદથી પલાળીને ધાધર પર લગાવવું. જેથી આંગળીઓ પર ચોટીને ધાધર બીજી જગ્યા પર ન ફેલાય. આ તેલને લઈને તેની ધાધર વાળા ભાગ પર 2 થી 3 મિનીટ સુધી મસાજ કરવી. આ તેલને લગાવીને આ તેલને 3 થી 4 કલાક સુધી આ જગ્યા પર જ રહેવા દેવું.

આ ઉપાય કરવાથી તમને એક જ દિવસમાં આ જગ્યા પર ફરક જોવા મળશે. આ ખુબ જ કારગર અને ઝડપથી ચામડીના ધાધર જેવા રોગને મટાડતો ઉપાય છે. આ સિવાય આ ઉપાય કરવાથી ધાધર ખુબ જ ઝડપથી મટી જાય છે.

Leave a comment